----- Original Message ----- 
From: Wila e Ahlebait 
To: ag141420 
Sent: Monday, December 24, 2012 10:16 AM
Subject: [Bulk] ગદીર સંબંધિત ચર્ચા ના ફાયદાઓ


ગદીર સંબંધિત ચર્ચા ના ફાયદાઓ










અમૂક લોકો કહે છે કે: ઈસ્લામના આરંભકાળના પ્રશ્રો આં હઝરત (સ.અ.વ.) ના સહાબીઓ અને 
તેમના જીવનના પ્રસંગો જેમકે તેઓની દરમ્યાન જોવા મળતા મતભેદોના વિષે ચર્ચા  કરીને 
કોઈ ફાયદો નથી. એટલા માટે કે તે બધાજ બનાવો ઐતિહાસિક ઘટનાઓ ઉપર આધારિત છે કે જેનું 
વર્ણન કરવું યોગ્ય નથી. કારણકે તેનાથી મુસલમાનોમાં મતભેદ ઉદ્ભવે  છે અને તેઓમાં 
એકતા અને સંગઠનના બદલે નફરત અને પૂવર્ગ્રિહમાં વધારો થાય છે, લોકોના વિચારોમાં 
તંગદીલી પૈદા થાય છે.

આ સંબંધમાં વાંચકોની સમક્ષ આ વાત સ્પષ્ટ કરી દેવી જરૂરી સમજીએ છીએ કે આવું હરગીઝ 
નથી. જો આ દલીલ સાચી હોય કે ઐતિહાસિક ઘટનાઓથી કોઈ ફાયદો નથી તો પછી એહલે સુન્નતની 
ઘણી બધી માન્યતાઓ જેમકે અબુબક્રનું પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની સાથે ગારે હિરામાં 
રહેવું અને ખુદ તેઓના કહેવા પ્રમાણે આં હઝરત (સ.અ.વ.) ની અંતિમ બિમારીના સમયે આપ 
(સ.અ.વ.)ની જગ્યાએ અબુબક્રનું નમાઝ પઢાવવું અને આની જેવા બીજા બનાવો કે જેને તેઓ 
તેમના મત પ્રમાણે તેમના ખલીફાની ફઝીલત અને શ્રેષ્ઠતાને સાબિત કરવા માટે પોતાની 
કિતાબોમાં દલીલરૂપે રજુ કરે છે. તો પછી આ બધા બનાવોને પણ ફકત એક ઐતિહાસિક 
દ્રષ્ટિકોણથીજ જોવા જોઈએ અને તેના વિષે વાતચીત કરવાથી પરહેઝ કરવી જોઈએ. એટલા માટે 
કે ‘આ વિષય ઉપર ચર્ચા  કરવાનો કોઈ ફાયદો નથી.’




For more detail

http://www.gujarati.seratonline.com/?p=134

-- 
You received this message because you are subscribed to the Google Groups "Shia 
Group" group.
To post to this group, send an email to shiagroup@googlegroups.com.
To unsubscribe from this group, send email to 
shiagroup+unsubscr...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.


Reply via email to