મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ન્હાનાલાલ રચિત કાવ્યમય નાટક "જયા-જયન્ત" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. પ્રેમ એ વિજાતીય આકર્ષણ થી પણ આગળ એક મૂલ્યવાન ભાવ છે એ વાતને આધારે રચાયેલ આ સાત ખંડનું નાટક છે. આ પરિયોજના ૧૩-૦૧-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૧૭-૦3-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે. આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્રભાઈ પટેલ (ભરૂચ), અશોકભાઈ મોઢવાડીયા (જુનાગઢ)અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. કવિ ન્હાનાલાલની આ કૃતિઓ વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ નાટક્ની કડી: https://gu.wikisource.org/wiki/%E0%AA%9C%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A4 સુશાંત સાવલા
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
