મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. અરદેશર ફરામજી ખબરદાર રચિત
ભક્તિ કાવ્ય સંગ્રહ "કલ્યાણિકા" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આધ્યાત્મિક અને
ભક્તિ ભાવ ધરાવતા ૫૯ જેટલા ભજનોનો આ સંગ્રહ છે. પુસ્તકને અંતે તે ભજનોનો ભાવાર્થ
સમજવા ટિપ્પણ આપેલી છે જે હરિન્દ્ર દવે એ લખેલી છે. આ પરિયોજના ૧૪-૦૪-૨૦૧૪ ના
દિવસે ચાલુ થઈ અને ૧૪-૦૫-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્રભાઈ પટેલ અને જયમ પટેલ(ભરૂચ)
અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
શ્રી. અરદેશર ખબરદારની આ રસપ્રદ કૃતિઓને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે.
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE
સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu