મિત્રો,


વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "અંગદવિષ્ટિ" નું અક્ષરાંકન ૭૭% પૂર્ણ 
થયું છે. બાકીના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે  પરિયોજના ક્રમાંક 
૫૨ હેઠળ ભક્ત કવિ શામળ લિખિત મહા કાવ્ય  જીવન "રાવણ મંદોદરી સંવાદ"ને સ્રોત પર 
ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. 



રામાયણના પાત્ર રાવણ અને તેની પટરાણી મંદોદરી વચ્ચે સીતા હરણ અને પછીના ઘટના 
સંબંધે ચાલતો સંવાદ  આ કાવ્ય કથા માં વણી લેવામાં આવ્યો છે. આ કાવ્ય કથાને 
વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3_%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B8%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6



આભાર.



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to