મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. શામળ ભટ્ટ રચિત કાવ્ય કથા 
"અંગદવિષ્ટિ " ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. રામાયણની કથાના રામ-રાવણ વચ્ચેના 
લંકા યુદ્ધ પહેલાં યુદ્ધ નિવારી શકાય એ ઉદ્દેશથી અંગદને દૂત તરીકે લંકા મોકલ્વામાં 
આવ્યા હતા તેની આ કાવ્યકથા છે. આ પરિયોજના ૦૫-૧૧-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને 
૩૦-૧૧-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે. 

 

આ પરિયોજનામાં  અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), ધવલ ભાવસાર (બારડોલી), અશોક મોઢવાડીયા 
(જૂનાગઢ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પરિયોજનાનું વ્યવસ્થાપન વ્યોમ 
(જૂનાગઢ)એ સંભાળ્યું હતું  



શ્રી. શામળ ભટ્ટની આ પદ્યકથાને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની 
કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF
 



સુશાંત સાવલા

_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to