મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. અરદેશર ફરામજી ખબરદાર રચિત 
રાસ સંગ્રહ "રાસચંદ્રિકા" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આમંત્રણ, હાલરડાં, પ્રણય 
દાંપત્ય, વિરહ જેવા વિષયોને આવરી લેતાં લગભગ ૧૨૦ જેટલાં કાવ્યોનો આ સંગ્રહ છે.  આ 
પરિયોજના ૧૦-૦૫-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૦૯-૦૬-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે. 

 

આ પરિયોજનામાં  અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ),  સતિષચંદ્રભાઈ પટેલ (ભરૂચ)અને સુશાંત 
(મુંબઈ)એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.



શ્રી. અરદેશર ખબરદારની આ રસપ્રદ કૃતિઓને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે. 
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to